તું પંચાયતના સભ્યમાથી રાજીનામુ આપી દે, નહિતર પૈસા આપ કહી સદસ્યને ધમકાવી લૂંટ ચલાવી

વંથલીના બોડકા ગામે બનેલા બનાવમાં એક આરોપી સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : વંથલીના બોડકા ગામે તારે પંચાયતના સભ્યમાથી રાજીનામુ આપી દેવાનુ છે અને જો ન આપવુ હોય તો તારે મને પૈસા આપવા પડશે તેમ કહી એક શખ્સે ગ્રામ પંચાયતના સંદસ્યને ધમકી આપી લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સોનલબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૪ રહે.બાવાના બોડકા પ્લોટ વિસ્તાર તા, વંથલી જી.જુનાગઢ)એ આરોપી હરસુખભાઇ ગોવીંદભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપીએ ગઈકાલે ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીના પતિને કહેલ કે તારે પંચાયતના સભ્યમાથી રાજીનામુ આપી દેવાનુ છે અને જો ન આપવુ હોય તો તારે મને પૈસા આપવા પડશે તેમ કહેતા ફરીયાદીના પતિએ કહેલ કે અમારો શુ વાક છે તેવુ કહેતા આરોપીએ ઉશકેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી ફરીયાદીના હાથમા રહેલ રોકડા રૂ. ૬૦૦ આંચકી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપી તથા લુંટ ચલાવી હતી.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે