યુક્રેનમાં ફસાયેલી જૂનાગઢની વિદ્યાર્થીની સલામત રીતે ઘરે પહોંચી

કપરી પરિસ્થિતિ વચ્ચે ઘરે પુત્રી ઘરે પરત ફરતા પરિવારજનોએ મોટી રાહત અનુભવી, ઘરે સલામત રીતે પહોંચાડવામાં મદદરૂપ થનાર સરકાર સહિત તમામનો આભાર માન્યો

જૂનાગઢ : યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાતા યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં જૂનાગઢની વિદ્યાર્થીની યસ્વી પણ યુક્રેનમાં કપરી પરિસ્થિતિ વચ્ચે ફસાઈ હતી. ત્યારે ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત સ્વદેશ લાવવાના ખાસ શરૂ કરેલ મિશન હેઠળ જૂનાગઢની વિદ્યાર્થીની યસ્વીને યુક્રેનથી પરત લાવવામાં સફળતા મળી અને આ વિદ્યાર્થીની યસ્વી આજે જૂનાગઢમાં તેને ઘરે સલામત રીતે પહોંચતા તેના પરિવારે રાહતનો દમ લીધો હતો.

જૂનાગઢમાં રહેતી યસ્વી ભાટિયા નામની વિદ્યાર્થીની યુક્રેનના ચરનીવિસ્ટી શહેરમાં રહીને બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સીટીમાં MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ત્યારે હમણાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતા તેણી યુક્રેનમાં કટોકટીભરી પરિસ્થિતિ વચ્ચે ફસાઈ ગઈ હતી. તેના સહિતના અનેક ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓને પરત સ્વદેશ લાવવામાં ભારત સરકારે પ્રયાસો હાથ ધરીને ગંગા મિશન હેઠળ આ જૂનાગઢની વિદ્યાર્થીનીને પરત સ્વદેશ લાવીને તેના ઘરે હેમખેમ પહોંચાડી હતી. પુત્રી કટોકટીભરી પરિસ્થિતિ વચ્ચે ઘરે હેમખેમ આવતા તેના પરિવારજનોની અખમાંથી હર્ષાશ્રુ સરી પડ્યા હતા.

જૂનાગઢ પોતાના ઘરે પરત આવેલી યસ્વી ભાટિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પગલે તેણી તથા તેના જેવા અનેક ભારતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા હતા. આથી ભારત સરકારે આ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મોટો નિર્ણય લઈને ગંગા નામનું મિશન શરૂ કર્યું હતું.જ્યારે યુક્રેનમાં એરપોર્ટ ઉપર એટેક થયો ત્યારે તે કિવમાં હતી. આથી ત્યાં ફસાઈ ગયા બાદ ભારત સરકારનું મિશન શરૂ થતાં આ વિદ્યાર્થીનીને પરત ફરવા માટેની પ્રોસેસ શરૂ થઈ હતી. જે તેના પરિવાર માટે કપરા દિવસો હતા તેમાં ભારત સરકારે ખૂબ મદદ કરીને તમામ પ્રકારની સુવિધાઓ આપી તેણીને હેમખેમ ઘરે પહોંચાડી હતી. જે બદલ તેણી અને તેના પરિવાર ભારત સરકાર, રાજ્ય સરકાર, જૂનાગઢ વહીવટી તંત્ર તેમજ સાંસદ સહિતનો આભાર માન્યો હતો.હતો.