ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી અને તેની પુત્રી ઘાયલ

કેશોદના અગતરાય ગામ પાસે અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના અગતરાય ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકસવાર દંપતી અને તેની પુત્રી ઘાયલ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈક ચાલકે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શોહેલશાહ રહેમાનશાહ બાનવા (ઉ.વ.૨૧ રહે. અજંટા ટોકીજપાસે ગાયત્રીરોડ કુભારવાડા ખાડીયા જુનાગઢ) એ GJ – 09 – AU – 3456 નંબરના ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬ના રોજ ફરીયાદી તથા તેની પત્ની તથા તેની દીકરીને બાઈક ઉપર બેસાડી માંગરોળથી જુનાગઢ તરફ આવતા હતા. તે દરમ્યાન અગતરાય ગામે હાઇવે રોડ પહોચતા પાછળથી ડમ્પરના ચાલકએ પોતાના હવાલાવાળા ડમ્પરને એકદમ ઝડપથી ચલાવી ફરીયાદીના બાઇકને પાછળથી ઠોકર મારી નીચે પછાળી ફરીયાદી તથા તેની પત્ની તથા તેની દીકરીને મુંઢ ઇજા પહોંચાડી હતી.