જૂનાગઢમાં બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતી બેલડી ઝડપાઇ

આ બન્ને આરોપીઓને દારૂ આપનાર બુટલેગર હજુ પોલીસની પકડથી દૂર

જૂનાગઢ : જૂનાગઢમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને દારૂ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ બન્ને આરોપીઓને દારૂ આપનાર બુટલેગર હજુ પોલીસની પકડથી દૂર રહ્યો છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે અગ્રાવત ચોક જુનાગઢ પાસે બાઈક ઉપર વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા આરોપી નાશીર મજીદભાઇ પઠાણ (ઉ.વ. ૨૨ રહે.આદીત્ય નગર શાકમાર્કેટ પાસે રોનક પાન વાળી ગલી જુનાગઢ) તથા અબ્બાસ રેહમતખાન પઠાણ (ઉ.વ.૨૦ રહે.ભારત મીલના ઢોરા ચામુડા મંદીર પાસે જુનાગઢ)ને જી.જે.-૧૧-સી.એ.-૪૬૦૦ કિ.રૂ.૨૫૦૦૦ નું બાઈક ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૪ કિ.રૂ.૧૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૩૧,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપી શાહનવાજ ઉર્ફે શાહુ હનીફભાઇ બ્લોચ (રહે.જુનાગઢ જોષીપરા નંદનવન રોડ રોનક પાન વાળી ગલીમા) એ આ દારૂનો જથ્થો આપી હાજર નહી મળી આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.