વાડીના ગોડાઉનનુ તાળુ ખોલી સનેડો મશીનની ચોરી

વીસાવદરના બરડીયાથી શોભાવડલા (ગીર) જતા રસ્તે વાડીમાં થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વીસાવદરના બરડીયાથી શોભાવડલા (ગીર) જતા રસ્તે આવેલી વાડીમાં તસ્કરો ત્રાટકયા હતા અને વાડીના ગોડાઉનનુ તાળુ ખોલી સનેડો મશીનની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ચંદુભાઈ ભીમજીભાઈ વઘાસીયા (ઉ.વ.૫૦ રહે.બરડીયા, તા.વિસાવદર) એ કોઇ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૩ના રોજ કોઈ અજાણ્યા શખ્સો વીસાવદરના બરડીયાથી શોભાવડલા (ગીર) જતા રસ્તે આવેલ વાડીમાં ચોરીના ઇરાદે ઘુસ્યા હતા અને આરોપીઓએ ફરીયાદીની વાડીના ગોડાઉનનુ તાળુ ખોલી ગોડાઉનમા રાખેલ સનેડો મશીન કી.રૂ.૬૦,૦૦૦ ની ચોરી કરી લઈ ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.