જુનાગઢના મજેવડી ગામેં વિદેશી દારૂના બે દરોડામાં એક ઝડપાયો, ત્રણ ફરાર

પોલીસની રેઇડ દરમિયાન બાઇકમાં દારૂની હેરફેર કરતા બે બુટલેગર ભાગી ગયા બાદ તેના સાગરીતને ઝડપી લીધો

જૂનાગઢ : જુનાગઢના મજેવડી ગામેં પોલીસના વિદેશી દારૂના બે દરોડા દરમિયાન બાઇકમાં દારૂની હેરફેર કરતા બે ઈસમો દારૂ મૂકીને ફરાર થઈ ગયા બાદ પોલીસે વધુ એક દરોડો પાડી તેના સાગરીતને દબોચી લીધો હતો.

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે મજેવડી ગામેં ઈંગ્લીશ દારૂની રેઇડ કરતા બાઈક ઉપર દારૂની હેરફેર કરવા નીકળેલા બુટલેગર મયુર ધીરૂભાઇ હિરપરા પટેલ, રવીભાઇ જીવાભાઇ ભારાઇ બાઈક અને દારૂ મૂકીને ફરાર થઈ જતા પોલીસે ત્યાંથી બાઈક કી.રૂ .૩૦૦૦૦ તથા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૭ કિ.રૂ.૨૮૦૦ ની મળી કુલ કિ.રૂ.૩૨૮૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. બાદમાં આ બન્નેએ અન્યને દારૂ આપ્યો હોવાની બાતમીના આધારે પોલીસે મજેવડી ગામ પત્રાપસર રોડ ખારામાં આવેલ વાડામાં રેઇડ કરી આરોપી વીરાભાઇ સરમણભાઇ રાડાને ઇગ્લીશ દારૂની બોટલો નંગ.૨૪ કિ.રૂ.૯,૬૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૪,૬૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવેલ આરોપી નીતીન દાસાભાઇ રાડા, રવી જીવાભાઇ ભારાઇ, મયુર ધીરૂભાઇ હીરપરાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.