કામ બાબતે માતાએ ઠપકો આપતા પુત્રએ ઝેર ગટગટાવતા મોત

વીસાવદરના કોટડા ગામેં બનેલી ઘટનાથી અરેરાટી

જૂનાગઢ : વીસાવદરના કોટડા ગામેં કામ બાબતે માતાએ ઠપકો આપતા પુત્રએ ઝેર ગટગટાવતા તેનું મોત નીપજ્યું હતું. પુત્રના આ આત્યંતિક પગલાંથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રમેશ ઉર્ફે ચોથીયો વીનુભાઇ સાગઠીયા (ઉ.વ.૨૦ રહે.મોટા કોટૅડા તા.વીસાવદર) નામના યુવાને ગઈકાલે ઝેરી દવા પી લેતા તેના સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને કામ બાબતે તેની માતાએ ઠપકો આપતા લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે.