હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો શુભારંભ

જૂનાગઢ ભવનાથમાં સાધુ, સંતો, મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજા રોહણ સાથે મેળો શરૂ

જૂનાગઢ : ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાં મહા શિવરાત્રી મેળાનો આજે જૂનાગઢ ખાતે હર હર મહાદેવના ગગનભેદી નારા અને ધ્વજા રોહણ સાથે પ્રારંભ થયો છે.

કોરોના મહામારીને કારણે સમગ્ર રાજ્યમાં ઉત્સવો મેળાને ગ્રહણ લાગ્યા બાદ બે વર્ષના લાંબા અંતરાલ બાદ રાજ્ય સરકારે ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમ સમાં મહા શિવરાત્રી મેળો યોજવા છૂટ આપતા આજથી જૂનાગઢ ખાતે ભક્તિભાવપૂર્ણ માહોલમાં પરંપરાગત મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

મહાશિવરાત્રી મેળાના શુભારંભમાં વર્ષો જૂની પરંપરા મુજબ આજે સંતો, મહંતો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ સંપૂર્ણ છૂટછાટ સાથે મેળો યોજાઈ રહ્યો હોય સમગ્ર દેશમાંથી ભાવિકો અને સાધુ, સંતો મોટી સંખ્યામાં ઉત્સાહભેર મેળો માણવા પહોંચી ગયા હોવાના અહેવાલો સાપડી રહ્યા છે.