જૂનાગઢમા આજે પણ કોરોના ગાયબ

જૂનાગઢ : આજે પણ જૂનાગઢ જિલ્લામાં કોરોના અવકાશ જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના સતાવાર સૂત્રો મુજબ આજે શહેર કે જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. સામે પક્ષે હવે કોરોના દર્દીઓ પણ શૂન્ય તરફ થવા તરફ હોવાનું જાણવા મળે છે. આજના દિવસે જૂનાગઢ જિલ્લામાં 4441દર્દીઓની આરોગ્ય તપાસણી કરી સ્વાસ્થ્ય વર્ધક દવા આપવામાં આવી હતી અને કુલ 2172 દર્દીઓને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.