ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજનાના લાભાર્થીઓનો પ્રતિકાત્મક સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ જિલ્લાના બે સ્થળોએ યોજાયેલા વર્ચ્યુલ કાર્યક્રમ અધિકારીઓ,ખેડૂતો જોડાયા

જૂનાગઢ : ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય વિતરણ રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તેમજ કૃષિ મંત્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો.જૂનાગઢ જિલ્લાના બે સ્થળોએ યોજાયેલા વર્ચ્યુલ કાર્યક્રમ અધિકારીઓ,ખેડૂતો જોડાયા હતા.

ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય વિતરણ રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તેમજ કૃષિ મંત્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો.જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં બે સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જૂનાગઢ કલેકટર કચેરી,સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને તેમજ બી.આર.સી.ભવન,કેશોદ ખાતે નાયબ બાગાયત નિયામક,જૂનાગઢ તથા તાલુકા વિકાસ અધિકારી,કેશોદની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમોમાં જૂનાગઢ ખાતે ૪૫ ખેડૂતો અને કેશોદ ખાતે ૩૫ ખેડૂતો હાજર રહી વર્ચ્યુલ કાર્યક્ર્મમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં સહાય હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા.સરકારની આ યોજનાથી કૃષિક્ષેત્રે ખેડૂતોને હવામાન ખાતાની આગાહી,વરસાદની આગાહી,સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી,ખેડૂત ઉપયોગી પ્રકાશનો,નવિનતમ ખેત પધ્ધતિ,રોગ-જીવાત નિયંત્રણની તકનીકી,ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તેમજ ખેતીવાડી ખાતાની સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવા સરકાર દ્વારા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના ચાલુ વર્ષે સૌ પ્રથમવાર અમલમાં મુકેલ છે.