વિસાવદર નજીક કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત, બેના મોત

જામકાથી કાલસારીમાં સગાઇ પ્રસંગે જતા પરિવાર નડ્યો અકસ્માત, અન્ય બે ગંભીર

જૂનાગઢ : જૂનાગઢના વિસાવદર પાસે નાની મોણપરી નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જામકાથી કાલસારીમાં સગાઇ પ્રસંગે જઇ રહેલા એક પરિવાર પરિવારની કારનું અચાનક ટાયર ફાટતા દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ કાર અકસ્માતની દુર્ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જામકાથી એક પરિવાર આજે હસીખુશી સાથે પોતાની કારમાં કાલસારીમાં સગાઈ પ્રસંગે જઈ રહ્યો હતો. ત્યારે હસીખુશી સાથે સગાઈ પ્રસંગે હાજરી આપવા નીકળેલા આ પરિવારને ક્યાં ખબર હતી કે, રસ્તામાં કાળ તેમની રાહ જોઇને બેઠો છે. દરમિયાન આ પરિવારની કાર આજે વિસાવદર પાસે નાની મોણપરી નજીક પહોંચતા કારનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું.આ ગંભીર અકસ્માત કારમાં બેઠેલા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં બન્નેને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હોવાનું જાણવા મળે છે.