મેંદરડા નજીક આઇ-૨૦ કારમાં ઈંગ્લીશ દારૂ સાથે બે પકડાયા

જૂનાગઢ : મેંદરડા પોલીસ સ્ટાફે ગઈકાલે મેંદરડાના આલીધ્રા ગામના પાટીયા પાસે આઇ-૨૦ કારમાં ઈંગ્લીશ દારૂ લઈને નીકળેલા આરોપીઓ ધવલભાઇ કિશનભાઇ પરમાર (ઉ.વ.૨૩ રહે.આંકોલવાડી તા.તાલાલા જી.ગીર સોમનાથ), સુનિલભાઇ મહેશભાઇ વેગડા (ઉ.વ.૨૩ રહે.અરણીયાળા તા.મેંદરડા જી.જુનાગઢ)ને ઇંગ્લીશ પીવાના દારૂની બોટલ નંગ.૦૧ કિ.રૂ.૪૦૦ તથા હ્યુન્ડાઇ કંપનીની આઇ-૨૦ સ્પોર્ટ TZ જેના નં.જીજે. ૦૪ સી આર ૪૬૪૦ ની કિ.રૂ. ૧,૬૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ.૦૨ કિ.રૂ.૬,૦૦૦ ના મળી કુલ કિ.રૂ.૧,૬૬,૪૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.