મહાશિવરાત્રી મેળાના અનુસંધાનમાં વિવિધ પાર્કિંગ સ્થળો નક્કી કરાયા

જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે મહા-શીવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં લાખોની સંખ્‍યામાં જનમેદની એકત્ર થાય છે. કોઇપણ પ્રકારના અકસ્‍માતો નિવારવા તથા ટ્રાફીક નિયમનના હેતુસર તથા સાવચેતીના પગલા લેવાનુ અનીવાર્ય જણાતા અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી જૂનાગઢ એલ.બી.બાંભણિયા ને મળેલ અધિકારની રૂઇએ એક જાહેરનામુ બહારપાડીને તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૨/૦૩/૨૦૨૨ સુધી નીચે જણાવેલ સ્‍થળો વાહનો પાર્કિંગના સ્‍થળ તરીકે નક્કી કરેલી છે.આ જાહેરનામુ તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૨/૦૩/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. ભંગ કરનાર વ્‍યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

(૧) જાહેર પાર્કિંગ સ્થળો –

(૧) નીચલા દાતાર પાસે, ખુલ્લી જગ્યા – તમામ પ્રકારના વાહનો માટે.
(૨) વૃદ્ધાશ્રમ અપના ઘર, સામેની ખુલ્લી જગ્યા – તમામ પ્રકારના વાહનો માટે.
(૩) જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે, ભવનાથ – ટુ વ્હીલર પ્રકારના વાહનો
(૪) પ્રકૃતિ ધામ, તમામ પ્રકારના વાહનો
(પ) સાયન્સ મ્યુઝિયમ સામે, તમામ પ્રકારના વાહનો

(૨) પ્રાઇવેટ વાહન પાર્કિંગ સ્થળો – તમામ પ્રકારના વાહનો માટે

(૧) ભાગચંદભાઈ સુખવાણી (કાળુભાઈ ની ) વાડી તરીકે ઓળખાતી જમીન મજેવડી ભવનાથ રોડ.
(૨) શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલ ની વાડી પર)
(૩) જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા, મજેવડી રોડ, (માલિક શ્રી ડોલરભાઈ કોટેચા)
(૪) એડવોકેટ શ્રી દિપેન્દ્રભાઈ ની વાડી- ગીરનાર દરવાજા
(પ) અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે