એક, બે નહિ 47 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી કુખ્યાત ધાંટવડ ગેંગને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

છ શખ્સોને ઝડપી લઈ રૂપિયા 4.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

જૂનાગઢ : ખાસ કરીને અન્ય તસ્કરોની અલગ પડીને દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીઓ કરતી ગીર સોમનાથ જિલ્લાની કુખ્યાત ધાંટવડ ગેંગના 6 શખ્સોને ઝડપી લઈ જૂનાગઢ ક્રાઈમબ્રાન્ચ દ્વારા એક, બે નહિ પરંતુ 47 અનડીટેકટ ગુન્હાઓના ભેદ ઉકેલી નાખી રૂપિયા 4.23 લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા અને આવા આરોપીઓને શોધી કાઢી મુદામાલ રીકવર કરવા માર્ગદર્શન આપતા ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પોલીસ ઇન્સપેક્ટર એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, એ.ડી.વાળા તથા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ સતત પ્રયતનશીલ હોય. દરમ્યાન પીએસઆઇ એ.ડી.વાળા તથા પો.હે.કો. વિક્રમભાઇ ચાવડા, જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્સ. સાહિલ સમા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોલંકીને ખાનગી રાહે બાતમીદારોથી ચોક્ક્સ બાતમી મળેલ કે, ગીર સોમનાથ જીલ્લાની ઘાટવડ ગેંગના માણસો જૂનાગઢ જીલ્લા અને આજુ-બાજુના જીલ્લામાં દિવસ દરમ્યાન ઘરફોડ ચોરીઓ કરે છે.

જેઓ ખાસ કરીને દિવસ દરમ્યાન જ ઘરફોડ ચોરી કરવા જાય છે. જે ચોક્ક્સ હકિકત આધારે આ દિશામાં વધુ પ્રયત્નો હાથ ધરતા ખાનગીરાહે ચોક્ક્સ હકિકતથી જાણવા મળેલ છે. આ ઘાટવડ ગેંગના અમુક ઇસમો હાલ અમરેલી જીલ્લાના બગસરા ગામે છુપાયેલ છે. જે હકિકત આધારે તુરત જ ટીમ બગસરા ખાતે જઇ તપાસ કરતા બગસરા ચોકડી નજીક આવેલ પેટ્રોલ પંપ પાછળથી બાવળની કાંટમાંથી કુલ-૬ ઇસમો મળી આવતા જેઓની પ્રાથમીક પુછપરછ કરતા તેઓ ગીર સોમનાથ જીલ્લાના ઘાંટવડ ગામે રહેતા હોવાનું જણાવતા આ ઇસમોની પોલીસ કોપ એપ્લીકેશન મારફતે પકડાયેલ ઇસમોના નામ વેરીફાઇ કરતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુન્હાઓ નોંધાયેલ હોવાની જાણ થતા તેમજ આ ઇસમો પૈકી આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદર છોટૂભાઇ રાઠોડ મારવાડી તથા અરૂણ ધમાભાઇ સોનીયાભાઇ ચૌહાણ મારવાડી રહે. બન્ને ઘોંટવડ તા.કોડીનાર જી. ગીર સોમનાથ વાળાઓ મેંદરડા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા ફરતા છે. તેમજ હિતેશ દીલીપભાઇ સોનીયાભાઇ ચૌહાણ મારવાડી રહે. ઘાટવડ વાાળો ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં નાસતા ફરતા રહેલ છે. બાદ પકડાયેલ ઇસમોની વધુ પુછપરછ કરવા માટે તેઓને રાઉન્ડઅપ કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતા તેઓ કોઇ હકિકત જણાવતા ન હોય. જેથી ઉપરોક્ત ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓએ જૂનાગઢ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી કરેલાની હકિકત જણાવતા. જૂનાગઢ જિલ્લાની કુલ-૯ તથા રાજકોટ જિલ્લાના ગોંડલ પો.સ્ટે.-૧ તથા અન્ય કુલ-૩૭ ચોરીઓ કરેલ હોવાંની હકિકત જણાવેલ.

આ ઇસમોએ ચોરી કરેલ મુદામાલ બાબતે પુછતા જણાવેલ કે, ઉપરોક્ત અલગ-અલગ ગુનાના કામે ચોરી કરેલ સોના-ચાંદીનો મુદ્દામાલ તેઓએ રાજકોટ, ચોટીલા તથા વેરાવળ ખાતે અલગ-અલગ સોનીને વેચેલ હોવાની હકિકત જણાવેલ, જે તમામ મુદામાલ સી.આર.પી.સી.ક.૧૦૨ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ બી ડીવી પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ હતા.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘાટવડ ગેંગના આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ છોટૂભાઇ રાઠોડ, કિશનસિંહ નવલસીહ છોટૂભાઇ રાઠોડ, રાહુલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ છોટુભાઇ રાઠોડ, કવરસિંહ નવલસિંહ છોટુભાઇ રાઠોડ, અરૂણ ધમાભાઇ સોનીયાભાઇ ચૌહાણ અને હિતેશ દીલીપભાઇ સોનીયાભાઇ ચૌહાણ, રહે. તમામ ઘાંટવડ, ખોડીયાર મંદીરની બાજુમા તા. કોડીનાર જી. ગીર-સોમનાથ વાળાને પકડી પાડી આરોપીઓ પાસેથી કુલ 4, 23,026નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

આ સફળ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એચ.આઇ.ભાટી, ડી.જી.બડવા, એ.ડી.વાળા, ડી.એમ.જલુ, એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, પો.હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, પો.કોન્સ. સાહીલ સમા, જયદિપ કનેરીયા, મયૂર કોડીયાતર, દેવશીભાઇ નંદાણીયા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, ડ્રા. પો.કોન્સ. જગદિશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર, વનરાજભાઇ ચાવડા, વરજાંગભાઇ બોરીચા વગેરે પોલીસ સ્ટાફએ કરેલ હતી.