મેંદરડામાં રીક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

જૂનાગઢ : મેંદરડા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મેંદરડાના ભાલછેલ રાયકા હોટલ પાસે જી.જે.-06-ZZ 7138 ઈંગ્લીશ દારૂની બોટલો લઈને દારૂની હેરાફેરી કરવા નીકળેલા આરોપી રફીકભાઇ કાળુભાઇ બ્લોચ મકરાણી (ઉવ-૩૦. રહે,ડુંગરપુર સુભાષ નગર તા-જી.જુનાગઢ) ને બોટલ નંગ-૧૧ કિ.રૂ. ૪૪૦૦ તથા મોબાઈલ ફોન એક કિ.રૂ.૩૦૦૦ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ પ્યાગો રીક્ષા કિ.રૂ. ૩૦,૦૦૦ એમ મળી કુલ કિ.રૂ.૩૭,૪૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવનાર આરોપી ખીમાભાઇ જીકાભાઇ રબારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.