દુકાનમાં ઈંગ્લીશ દારૂનો ભાગીદારીમાં ધંધો કરતા બન્ને ભાગીદારો ગિરફ્તાર

શીલ ગામે ડાક બંગલા પાસે દુકાનમાં પોલીસ રેઇડ કરી ૭૮ બોટલ ઝડપી લીધી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના શીલ ગામે ડાક બંગલા પાસે આવેલ એક દુકાનમાં પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને દુકાનમાં ઈંગ્લીશ દારૂનો ભાગીદારીમાં ધંધો કરતા બન્ને ભાગીદારોને ઝડપી લીધા હતા અને પોલીસે બન્ને પાસેથી ઈંગ્લીશ દારૂની ૭૮ બોટલ ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે શીલ ગામે ડાક બંગલા પાસે આવેલી એક દુકાનમાં ઈંગ્લીશ દારૂનો ધંધો ચાલતો હોવાની બાતમીને આધારે ત્યાં રેઇડ કરી હતી. પોલીસે આ દુકાનમાં ઈંગ્લીશ દારૂનું ભાગીદારીમાં છુટક વેચાણ કરવા માટે બહારથી દારૂ મંગાવીને ધંધો કરતા બન્ને ભાગીદારો રૂષીકેશભાઇ બાલુભાઇ કામરીયા (ઉ.વ.૨૧), હીતેષભાઇ કચરાભાઇ ભરડા (ઉ.વ.૩૫, રહે. બંને શીલ તા.માંગરોળ) ને ઇંગ્લીશ દારૂની મેક્ડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી હરીયાણા બનાવટની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ કાચની બોટલ નંગ-૭૮ કી.રૂ.૩૧,૨૦૦ તથા બે મોબાઈલ ફોન કી.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૪૧,૨૦૦ ના મુદામાલ સાથે સાથે ઝડપી લીધા હતા.