જૂનાગઢ જિલ્લામાં વરલી મટકા અને તીનપત્તિનો જુગાર રમતા 14 ઝડપાયા

પોલીસે વાડી સહિત પાંચ સ્થળે ધમધમતા જુગારધામ પર સપાટો બોલાવ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પોલીસે વાડી સહિત પાંચ સ્થળે ધમધમતા જુગારધામ પર સપાટો બોલાવી આ સ્થળોએ વરલી મટકા અને તીનપત્તિનો જુગાર રમતા 14 આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડામાં જુનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે ઇવનગર ગામની સીમમાં પ્રવીણભાઇ રતીભાઇ ઝાલાવડીયાની વાડીએ જુગાર રમતા આરોપીઓ પ્રવીણભાઇ રતીભાઇ ઝાલાવાડીયા, દીનેશભાઇ ધનજીભાઇ રાઠોડ, મયુરભાઇ હરીભાઇ મકવાણા, સંદીપભાઇ રમણીકભાઇ દુધરેજીયા, પરેશભાઇ જેન્તીભાઇ વાછાણી, કાસીમભાઇ ગફારભાઇ છાટબાર, વિજયભાઇ પોપટભાઇ પરમારને રોકડ રૂપિયા ૭૭,૪૦૦ તથા મેાબાઇલ નંગ-૮ કી.રૂ.૫૦,૦૦૦ તેમજ મોટરસાઇકલ નંગ-૩ કી.રૂ.૮૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૨,૦૭,૪૦૦ ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ભેસાણ પોલીસે ગઈકાલે બાતમીના આધારે પરબવાવડી ગામની આથમણી સીમમાં ગંજીપતાના પાના તથા રૂપીયા પૈસા વડે હારજીત કરી તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ અનકભાઇ મામૈયાભાઇ ખુમાણ, ભાણકુભાઇ રામકુભાઇ ખુમાણ, હરેશભાઇ લાલજીભાઇ ડોબરીયા, ભરતભાઇ નાનકુભાઇ ધાંધલને કુલ રૂ.૨,૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે હર્ષિતભાઇ ઉર્ફે લાલો મુળુભાઇ શેખવા નામનો આરોપી નાસી છૂટ્યો હતો.

ત્રીજા દરોડામાં વંથલી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વંથલી મેમેણ પ્લાઝા પાસે જાહેરમાં વરલી મટકાના અંકડાઓ લખી આંક ફરકનો જુગાર પૈસાની હારજીત કરી રમતા આરોપી રવી ઉર્ફે કાનો પોપટભાઇ સોંલકીને રોકડા રૂ.૧૭૬૦ તથા વરલી મટકાના આંકડા લખેલ ચીઠ્ઠીઓ તથા બોલપેન ૧ મળી કુલ કિ.રૂ.૧૭૬૦ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ચોથા દરોડામાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરડાવાવ સામે ઢોરા ઉપર જાહેરમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમતા આરોપી રોહિતભાઇ પ્રવિણભાઇ મકવાણાને રોકડા રૂ. ૧૦,૩૦૦ સાથે ઝડપી લીધો હતો. તેમજ પાંચમા દરોડામાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસે સુખનાથચોક જુનાગઢ પાસે જાહેરમા ગે.કા વરલી મટકાના આંક ફરકનો જુગાર આરોપી એઝાઝ હુશેનભાઇ મધરાને ઝડપી લીધો હતો.