જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ખામધ્રોળ રોડ ૬૬ કે.વી પાસે રોડ ઉપર આરોપી સોહીલભાઇ સુભાષભાઇ કાથરોટીયા (ઉ.વ.૨૫ રહે.હરીઓમ નગર કુંજ રેસીડેન્સી ઝાંઝરડા રોડ જુનાગઢ) ને ઇંગ્લીશ દારૂની રોયલ સ્ટગ ક્લાસિક વહીસ્કી ની બોટલ નંગ-૨ કી.રૂ.૮૦૦ તથા મોબાઈલ ફોન.-૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.