પરિણીતાને સસરા તથા જેઠાણી અને તેના પુત્રએ ત્રાસ આપ્યાની ફરિયાદ

ભેસાણના મોટા ગુજરીયા ગામે બનેલા બનાવમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : ભેસાણના મોટા ગુજરીયા ગામે પરિણીતાને તેના સસરા તેમજ જેઠાનો દીકરો અને જેઠાણીએ શારીરિક માનસિક દુઃખત્રાસ આપ્યાની ફરિયાદની નોંધાઈ છે. જેમાં આ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગીતાબેન અશોકભાઇ ખાવડું (ઉ.વ.૩૦ રહે.હાલ સરદારપુર તા.ભેસાણ જી.જુનાગઢ) એ તેના સસરા દાનાભાઇ ભાયાભાઇ ખાવડુ તથા જેઠનો દિકરો વિજયભાઇ મહેશભાઇ ખાવડુ અને જેઠાણી મંજુબેન મહેશભાઇ ખાવડુ (રહે મોટા ગુજરીયા તા.ભેસાણ જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩/૧૦/૨૧થી આજદિન સુધી મોટાગુજરીયા ગામે આરોપી સસરા તથા જેઠનો દિકરો અને આરોપી જેઠાણીએ ફરીયાદીને શારીરીક તથા માનસીક દુ:ખ ત્રાસ આપીને હેરાન કર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.