ઇચ્છા વિરૂધ્ધ સગાઇ થતા ઘરેથી નિકળી ગયેલી યુવતીની મદદે આવતી કેશોદ અભયમ ટીમ

ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો

જૂનાગઢ : પરિવારજનો દ્વારા યુવતીની ઇચ્છા વિરૂધ્ધ સગાઇ કરવામાં આવતા ઘરેથી નિકળી ગયેલી યુવતીનું કાઉન્સિલિંગ કરી કેશોદ અભયમ ટીમ દ્વારા હાલમાં આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે.

એક જાગૃત નાગરીક યુવતીને લઈને કેશોદ પોલીસ સ્ટેશન પર આવીને ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમની મદદ માંગેલી કે આ યુવતી વહેલી સવારથી આમતેમ એકલા ભટકતા હોય ને ત્યાર પછી અમને પોલીસ સ્ટેશનનુ સરનામુ પુછેલ તેથી અમો તેમને અહીંયા લઇને આવેલા છીએ.

બાદમાં કેશોદ અભયમની ટીમ દ્વારા યુવતીની સમસ્યા જાણીને પ્રોત્સાહન આપેલ ત્યારબાદ આગળ યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેમને જણાવ્યુ કે, મારા માતા-પિતાએ મારી ઈચ્છા વિરૂધ્ધ સગાઈ કરી દીધેલ હોયને હુ સગાઈ કરવા માંગતી ન હોય તેથી સગાઈ છુટી કરી દેવા કહેલુ તો માતા-પિતા સગાઈ છોડવા રાજી ન હતા ને યુવતી પર વારંવાર માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરતા હોવાથી યુવતી કંટાળીને ઘરેથી નીકળી ગઇ હતી.

યુવતીના પિતાને યુવતી કેશોદ પોલીસ સ્ટેશનમાં હોય તેવી જાણ થતા તેઓ પણ કેશોદ આવતા હોય તેથી તેમની સાથે વાતચીત કરેલ તેમને તેમની છોકરી ગુમ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં આપેલ હોયને યુવતી પોરબંદર જિલ્લાના ગામની હોવાથી તેમના નજીકના પોલીસ સ્ટેશન પર ફોન કરીને ૧૮૧ ટીમે જાણ કરેલ કે, યુવતી હાલ કેશોદ પોલીસ સ્ટેશન મહિલા હેલ્પલાઈનની ટીમ સાથે સુરક્ષીત છે. તેથી યુવતીના માતા-પિતા સ્થળ પર આવેલા અને માતા પિતાનું કાઉન્સિલીંગ કરી યુવતીની સભાંળ વિષે સમજાવીને યુવતી પર માનસિક ત્રાસ ના આપવા સમજાવેલ તેથી માતા-પિતાને તેમની ભુલ સમજાતા યુવતીની કરેલ સગાઈ છુટી કરી દેવા માટે રાજી થયેલ પરંતુ હાલ યુવતી માતા-પિતા સાથે રહેવા માંગતી ન હતી. તેથી યુવતીને સમજાવેલ પરંતુ યુવતી ને હજુ ડર હતો. તેથી યુવતીના લાંબાગાળાના કાઉન્સેલિંગ અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ ખાતે લઈ જવામાં આવી હતી.