જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરી વિસ્તારમાં કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ

જૂનાગઢ : સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા રજૂઆતકર્તાઓ તથા સરકારી વહીવટનું જાહેર હીત જળવાઈ રહે તથા કોઈ જાન/માલને નુકસાન ન થાય તે હેતુસર જૂનાગઢ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ મુકવા જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પ્રસીદ્ધ કરાયું છે.

સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓના વિસ્તારમાં કોઇએ ઉપવાસ ધરણા ઉપર બેસવું નહી, જાહેર સુલેહશાંતિ જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા નહી, કોઇપણ વ્યક્તિએ લાઠી અગર ઇજા થાય તેવા હથિયાર સાથે સરકારી કચેરીમાં પ્રવેશ કરવો નહી, કોઇ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થો સાથે રાખવા નહી, ચાર કે તેથી વધુ માણસોએ ભેગા થવું નહી, કે સરકારી કચેરીમાં અતિક્રમણ કરવું નહીં અને સરકારી કચેરી આસપાસ કે સરકારી કચેરીના પરિસરમાં ગંદકી/કચરો કરવો નહીં. તે મતલબનું મનાઇ ફરમાવતું એક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી.બાંભણિયા તેમને મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરેલ છે આ જાહેરનામું ૧૬/૨/૨૦૨૨ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.