ભૂલા પડેલ વૃધ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર ભૂલવાની બિમારીને કારણે ભૂલા પડી ગયેલા વૃધ્ધાનું જૂનાગઢ મહિલા 181 ટીમ દ્વારા પરિવારજનો સાથે મિલન કરવવામાં આવ્યું હતું.

જૂનાગઢના ઝાઝરડા રોડ પાસે એક વૃધ્ધા મળી આવેલ છે. તેવુ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં જાણ કરતા ૧૮૧ ની ટીમના ફરજ પરના કર્મચારી કાઉન્સેલર પ્રિયંકા ચાવડા, કોન્સ્ટેબલ કિરણબેન ગોંડલિયા અને પાઈલોટ રાજેશભાઇ સ્થળ પર દોડી ગયેલ અને વૃધ્ધાને મળીને સાંત્વના આપીને તેમનુ કાઉન્સેલીગ કરતા જાણવા મળેલ કે, તેઓ તેમના ઘરેથી નિકળી ગયેલ હોય અને તેમને કંઈ યાદ રહેતુ ના હોય જેથી જે ભાઈને વૃધ્ધા મળેલ તે જગ્યાએ વૃધ્ધાને લઈને આજુબાજુના વિસ્તારમાં પુછપરછ કરવામાં આવી હતી.

બીજી તરફ વૃધ્ધાના પરિવારના સભ્યો મળી આવેલ તેઓ પણ વૃધ્ધાને શોધતા હોય જેથી તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે, વૃધ્ધા ને ભૂલવાની બિમારી હોય જેથી વૃધ્ધાના પરિવારના સભ્યોને વૃધ્ધાનુ ધ્યાન રાખવા જણાવેલ અને વૃધ્ધાનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. વૃધ્ધાના પરિવારના સભ્યો સાથે મિલન કરાવતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો આભાર માન્યો હતો.