મહાશિવરાત્રી મેળામાં ટ્રાફિક ન સર્જાય તે માટે મજેવડી દરવાજે તાત્કાલિક નવો રૂટ

ભવનાથ જવા માટેહીરોહોન્ડા શોરૂમથી ભારતમિલના ઢોળા વાળો રસ્તો તાબડતોબ રીપેર કરાયો : સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા નિરીક્ષણ

જૂનાગઢ : મહા શિવરાત્રીના મેળા દરમિયાન મજેવડી દરવાજે ટ્રાફિકની જામ થવાની સમસ્યાઓ વારંવાર સર્જાઈ છે મજેવડી દરવાજા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ભવનાથ જવા માટે હીરો હોન્ડા શોરૂમથી ભારત મિલના ઢોળાથી પસાર થતો રસ્તો નક્કી કરતા આજે તાત્કાલિક આ માર્ગનું રિપેરિંગ કરી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ તકે સ્ટેન્ડિંગ ચેરમને હરેશભાઇ પરસાણા અને સ્થાનિક નગરસેવકો દ્વારા નિરીક્ષણ કરી રૂટ ઉપર આવનાર યાત્રીઓ ને કોઈપણ જાતની સમસ્યા ના સર્જાય તે માટે લાઈટની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવાની સૂચના આપેલ હતી.