આજે જૂનાગઢ શહેરમાં 1 કોરોના પોઝિટિવ કેસ : જિલ્લામાં રાહત

જૂનાગઢ : છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં કોરોના કેસ શૂન્ય થયા બાદ આજે જૂનાગઢ શહેરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જો કે, જિલ્લામાં અન્યત્ર તાલુકાઓમાં રાહત જોવા મળી છે. આજે જિલ્લામાં ત્રણ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા ડિસ્ચાર્જ અપાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં આજે 47 ધનવંતરી રથ મારફતે 4549 નાગરિકોને સ્વાસ્થ્ય વર્ધક દવા આપી આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને કુલ 1449 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરાયા હતા.