જૂનાગઢમાં ઈંગ્લિશ દારૂની બોટલો સાથે બે ઝડપાયા

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે ખડીયા ગામતળ ક્રુષ્ણનગર વિસ્તારના ગેટ સામે બીલખા રોડ ઉપર GJ-03-DS-4805 નંબરના એક્ટિવા સ્કુટરમાં દારૂની બોટલ લઈને નીકળેલા આરોપી યોગેશભાઇ ધીરુભાઇ ડાભીને વિદેશી દારૂની બોટલ નંગ-૧ કિ.રૂ.૧૦૦ તથા સ્કૂટર સાથે ઝડપી લીધો હતો. માંગરોળ પોલીસ સ્ટાફે કેશોદ માંગરોળ રોડ ઇન્ડીયન નર્સરી પાસે આરોપી આફતાબભાઇ ઇમ્તીયાજભાઇ શેખને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિ.રૂ.૪૦૦ સાથે ઝડપી લીધો હતો.જ્યારે હાજર નહી મળી આવનાર આરોપી હસનભાઇ રાભાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.