દૂધ લેવા ગયેલી પરિણીતાની લાજ લૂંટવાના ઇરાદે નિર્લજ્જ હુમલો

ભેસાણના ગ્રામ્ય વિસ્તારમાં એક શખ્સે પરિણીતાની એકલતાનો લાભ લઇ બદઈરાદો પાર પાડવા બેહૂદું વર્તન કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણના ગ્રામ્ય વિસ્તારમાં દૂધ લેવા ગયેલી પરિણીતાની લાજ લૂંટવાના ઇરાદે એક શખ્સે નિર્લજ્જ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ શખ્સે પરિણીતાની એકલતાનો લાભ લઇ બદઈરાદો પાર પાડવા બેહૂદું વર્તન કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

ભેસાણના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાએ આરોપી ચંદ્રેશ હરીભાઇ પીઠવા સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગઈ તા.૪ ના રોજ પરિણીતા ઘરે હાજર હતા. તેવામા રાત્રીના દશેક વાગ્યાના અરસામા છોડવડી ગામના ચંદ્રેશ હરીભાઇ પીઠવા દુધ લેવા માટે આવેલ અને ફરિયાદીને એકલી જોઈ અને દરવાજો ખુલ્લો હોય ફરિયાદી અંદર દુધ લેવા માટે ગયેલ ત્યારે આરોપીએ પણ અંદર ગયેલ અને ફરિયાદી સાથે ખરાબ વર્તન કરવા લાગેલ અને ફરિયાદીની આબરૂ લેવાના ઈરાદે તેમની સાથે બળજબરી કરી હતી. આ બનાવની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.