જૂનાગઢના વિવિધ ગામોમાં બેન્કો દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી

GO DIGITAL GO SECUREનો મેસેજ આપવા વિવિધ સ્થળોએ કેમ્પ યોજાયા

જૂનાગઢ : રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા દ્વારા તા.૧૪ થી ૧૮ ફેબ્રુઆરી સુધી નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ છે. આ સપ્તાહ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં પણ નાણાકીય સાક્ષરતા અંતર્ગત GO DIGITAL GO SECUREનો મેસેજ આપવા માટે લીડ બેન્ક, નાબાર્ડ, આરસેટી અને જૂદી જૂદી બેન્કો દ્વારા જૂદા જૂદા સ્થળે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ભેંસાણ એસ.બી.આઈ છોડવડી તથા તા.૧૫ ફેબ્રુઆરીના રોજ એસ.બી.આઈ અજાબ તેમજ બેન્ક ઑફ બરોડા કેશોદ, એસ.બી.આઈ મેંદરડા તથા નાણાકીય સાક્ષરતા કેન્દ્ર મેંદરડા દ્વારા દાત્રાણા ખાતે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક દ્વારા સમઢિયાળા, મેંદરડા તથા એસ.બી.આઈ આલીધ્રા ખાતે નાણાકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું.

 

આ કેમ્પ દરમિયાન નાબાર્ડના શ્રીકિરણ રાઉત, એલડીએમ અનિલ તોષનીવાલ, આરસેટીના ડાયરેક્ટર વિજય સિંહ આર્યા, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના જાદવ, એફએલસીના દિલીપભાઈ છોગાણી, લીડ બેન્કના હિતેશભાઈ મહેતા, આરસેટીના અજિતભાઈ તથા એસબીઆઇ, બીઓબી, એસજીબી મેનેજરો તેમજ નાણાકીય સાક્ષરતા કેન્દ્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ દરમિયાન જૂદા જૂદા ગ્રાહકો, એસએચજીની બહેનો ઉપસ્થિત રહી હતી.