૧૪મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦ ફેબુ્આરીએ યોજાશે

પશુપાલન – ગૈાસંવર્ધન મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ફલેગ ઓફ, ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

જૂનાગઢ : ૧૪મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો તા.૨૦ ફેબુ્આરીના રોજ મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ફ્લેગ ઓફથી પ્રારંભ કરવામાં આવશે અને પશુપાલન – ગૈાસંવર્ધન મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ફલેગ ઓફ, ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આયોજિત ૧૪મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા – ૨૦૨૨ ભાઇઓ-બહેનો માટે તા.૨૦ ફેબુ્આરીના સવારે ૬-૪૫ કલાકે ગિરનાર તળેટી, ભવનાથ જૂનાગઢ ખાતે યોજાશે. જ્યારે ઇનામ વિતરણ સમારોહ બપોરે ૧૨ કલાકે મહંત મંગલનાથજીના આશ્રમ ગિરનાર તળેટી ભવનાથ, જૂનાગઢ ખાતે યોજાશે.

ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય ભિખાભાઇ જોષી, માણાવદર ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જૂનાગઢ મનપા મેયર ગીતાબહેન પરમાર, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કલેક્ટર રચિત રાજ, ડીડીઓ મિરાંત પરીખ, કમિશ્નર રાજેશ તન્ના સહિતના ઉપસ્થિત રહેશે.

૧૪મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા તેમજ વ્યાયામ શિક્ષકો જહેમત ઉઠાવી રહયા છે.