નેશનલ એજ્યુકેશન પોલીસી સંદર્ભે યુનિવર્સિટીઓ પાસેથી સરકારની ઘણી અપેક્ષાઓ છે: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી

ઉદઘાટન સમારોહમાં કેબીનેટ શિક્ષણ મંત્રી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ ઓનલાઈન હાજરી આપી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની નવી પહેલને સિંહ જેવી ખુમારી સાથે સરખાવી

એકેડેમીક રીસર્ચ એ જ પ્રગતિનો સાચો પાયો છે.: કુલપતિ પ્રો.(ડૉ.) ચેતન ત્રિવેદી

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે તા. ૧૯ તથા ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૨નો રોજ યોજાયેલ સૌ પ્રથમ ઈન્ટરનેશનલ કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે અધ્યક્ષ સ્થાને ઓનલાઈન જોડાયેલા ગુજરાતના કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે નેશનલ એજ્યુકેશન પોલીસી ૨૦૨૦ સંદર્ભે યુનિવર્સિટીઓ પાસેથી સરકારની ઘણી અપેક્ષાઓ છે. આ અપેક્ષાઓને પરીપુર્ણ કરવાની સક્રિયતા ધરાવતી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા તેના કુલપતિશ્રી પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ સિંહ જેવી ખુમારી સાથે નવી પહેલ કરી છે, તે ખરેખર અભિનંદનને પાત્ર હોવાનું શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું. તેઓએ પ્રાકૃતિક ખેતી, ડીજીટલ ઈન્ડીયા, ઝીરો બજેટ ખેતી, એસ.એસ.આઈ.પી. વિગેરે મુદ્દઓ સંદર્ભે પણ સક્રિયતા બતાવવા આહવાન કર્યું હતુ.

ઓનલાઈન હાજર રહેલા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ આ કોન્ફરન્સને નવા વિચારો અને નવા આયામો સાથેની ગણાવી હતી. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીએ એકેડેમિક રીસર્ચને જ પ્રગતિનો સાચો પાયો ગણાવ્યો હતો. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એન.કે. ગોન્ટીયા શિક્ષણ અને રીસર્ચના સમન્વયને જ સચોટ સોલ્યુશનનો પાયો ગણાવ્યો હતો. ઈન્ડીયન એસોશીએશન ફોર કેનેડીયન સ્ટડીઝના પ્રેસીડન્ટ તથા એચ.આર.ડી.સી. ગુજરાત યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રો. ડો. જગદીશભાઈ જોષીએ સોરઠ વિસ્તારમાં સામાજીક, વ્યવહારિક, તથા વિજ્ઞાનીક સંશોધનોને ઉતેજન આપવાની તરફેણ કરી હતી.

ઉદઘાટન સમારોહમાં કિ-નોટ સ્પિકર તરીકે કેનેડાના ટોરેન્ટો ખાતેથી ઓનલાઈન જોડાયેલ પ્રો. ડૉ. જિતેન્દ્ર સાલીને મલ્ટી ડીસીપ્લીનરી રીસર્ચ વિશે તથા રીસર્ચના વિવિધ કાર્યક્ષેત્રો વિશે વિસ્તૃત અને ઉંડાણપુર્વક માહિતી આપી હતી. તેઓએ ભારત તથા કેનેડા વચ્ચેના વિવિધ કમ્પેરેટીવ રીસર્ચ તથા કોલાબ્રેટીવ રીસર્ચ વિશે માહિતગાર કર્યા હતા. યુનિવર્સિટીગાનથી શરૂ થયેલ ઉદઘાટન સમારોહમાં સ્વાગત પ્રવચન કોન્ફરન્સના કન્વીનર તથા અંગ્રેજી ભવનના હેડ ડો. ફીરોઝ શેખે કર્યુ હતુ તથા અંતમા આભારવિધી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. કેતન વ્યાસે કર્યું હતુ.

ઉદઘાટન સમારોહમાં આ ઉપરાંત યુનિવર્સિટીના સરકાર નિયુક્ત ઈ.સી. મેમ્બર્સ ડો. જયભાઈ ત્રિવેદી તથા પ્રોફેરર્સ જીવાભાઈ વાળા, આઈ.એ.સી.એસ.ના પુર્વ ચેરમેન ડૉ. ઓમ જુણેજા, આઈ.એ.સી.એસ.ના ટ્રેઝરર ડો. મુકેશ ભેસાણીયા, આઈ.એ.સી.એસ.ના એક્ઝીક્યુટીવ મેમ્બર્સ ડૉ. ઈરોસ વાજા તથા ડૉ. મીરા વસાણી, અંગ્રેજી ભવનના પ્રધ્યાપકો ડૉ. ઓમ જોષી તથા ડૉ. રૂપાબેન ડાંગર, વિવિધ અનુસ્નાતક ભવનના વડાઓ તથા પ્રાધ્યપકો હાજર રહ્યા હતા. ઈન્ડીયન એસોશીએશન ફોર કેનેડીયન સ્ટડીઝના સહયોગથી “ન્યુ ડાયરેકશન્સ ઓફ એકેડેમિક રીસર્ચ ” શીર્ષક હેઠળ યોજાયેલ આ ૩૪મી ઈન્ટરનેશનલ કોન્ફરન્સમા ભારતના વિવિધ રાજ્યો સહિત કેનેડા, યુ.કે., બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન વિગેરે દેશોમાંથી સંશોધકો તથા સ્પીકર્સ જોડાયા છે. બે દિવસ દરમ્યાન પેરેલલ કુલ ૨૪ સેશનમાં રીસર્ચ પેપર્સ પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ છે. દેશ-વિદેશમાંથી કુલ ૨૭૦ જેટલા સંશોધકો જોડાયેલા છે.