સ્કૂલેથી ઘરે આવતા બાળકને હડફેટે ચડાવી કાર ચાલક ફરાર

જૂનાગઢના પાદરીયા ગામમાં રામાપીરના મંદીર પાસે અકસ્માતના બનાવ અંગે બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના પાદરીયા ગામમાં રામાપીરના મંદીર પાસે સ્કૂલેથી ઘરે પરત આવતા બાળકને હડફેટે ચડાવી કાર ચાલક ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે બાળકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજુભાઇ અમરસીંગભાઇ નારોલા (ઉ.વ.૩૫ રહે.પાદરીયા તા.જી.જુનાગઢ) એ એક સફેદ કલરની ફોરવ્હીલનો અજાણ્યો વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ના રોજ બપોરના કલાક ત્રણેક વાગ્યાના અરસામાં આ ફરીયાદીનો દીકરો પ્રદિપ ઉ.વ-૦૭ સ્કુલેથી પરત ઘરે આવતો હતો.ત્યાંરે પાદરીયા ગામ રેલ્વે ફાટક પાસે પહોચતા એક અજાણ્યો સફેદ કલરની ફોરવ્હીલનો ચાલક પોતાના હવાલાની ફોરવ્હીલ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી ફરીયાદીના દીકરાને હડફેટે લઇ પછાડી દઇ ઇજાઓ કરી પોતાના હવાલાનું વાહન સ્થળ ઉપરથી ઇઇ નાશી છૂટ્યો હતો.