જૂનાગઢ જિલ્લામાં ૬૩ ઘરથાળના પ્લોટની ફાળવણી

રાજય સરકાર દ્રારા ઘર વિહોણા કુટુંબોને ૧૦૦ ચો.વાર.ના મફત પ્લોટ ફાળવણી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ગામોમાં મકાન વિહોણા કુટુંબોને મકાન સહાયની યોજનામાં આવરી લેવા તેમજ પ્રઘાનમંત્રી આવાસ યોજના તથા રાજય સરકારની જુદી-જુદી યોજનામાં પ્લોટ વિહોણા કુટુંબોને ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનામાં તાલુકાઓ મારફત લેન્ડ કમિટિમાં ૧૦૦ ચો.વાર.ના ઘરથાળ પ્લોટ
ફાળવવામાં આવે છે.

જિલ્લા વિકાસ અઘિકારીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના ગામોમાં ફેબ્રુઆરી મહિનામાં મળેલ ૦૬ લેન્ડ કમિટિમાં કુલ- ૬૩ ઘરથાળના મફત પ્લોટ ફાળવવામાં આવેલ છે તથા વર્ષ ૨૦૨૧-૨૨ માં મળેલ ૩૪ લેન્ડ કમિટિમાં કુલ- ૬૪૮ ઘરથાળના મફત પ્લોટ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી ૫૧૯ ઘરથાળના મફત પ્લોટ અરજદારને સનદ તથા કબજો સોંપવા જેવી તમામ કામગીરી પૂર્ણ કરેલ છે. આમ આ તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તથા આવાસ યોજનાઓનો લાભ મળી રહેશે જેથી તેમની માથા પર છત રહે તે હેતુ થી આ કામગીરી કરવામાં આવેલ છે.