જૂનાગઢ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. ૪ કરોડ ૭૯ લાખના વિકાસ કામો મંજુર

ભવનાથ શિવરાત્રી મેળાની મંજુરી મળતા મહાનગરપાલિકા દ્વારા ભાવિકજનોની સુવિધા માટેની દરખાસ્તોને મંજુરી

લાંબા સમયથી કર ભરપાઇ બાકી હોય તેવા નગરજનો માટે વ્યાજમાફીની યોજના ભેટ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા

જૂનાગઢ : આજરોજ જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળેલ હતી, જે બેઠક અન્વયે પ્રથમ બેઠકમાં જ નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઇ પરસાણા દ્વારા રૂપિયા 4.79 કરોડના વિકાસ કામો મંજુર કરી બાકી કર ઉપર વ્યાજમાફી તેમજ શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો માટે સુવિધા આપવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જૂનાગઢ શહેરમાં વસતા શહેરીજનો માટે ખાસ રૂપે વ્યાજમાફીની યોજના અમલી કરી જૂનાગઢ મહાનગરમાં વસતા હોઇ અને લાંબા સમયથી કર ભરપાઇ કરવાની રકમ બાકી હોઇ તેવા આસામીઓને પોતાના જુના ટેકસના માંગણા જુની ફોમ્યુલા મુજબ મિલકતવેરો (સામાન્યકર + વોટરચાર્જ + કોન્ઝરવન્સીચાર્જ + એજયુકેશન સેસ + અન્ય રકમ) સહીતની પુરેપુરી રકમ ભરપાઇ કરી દે એટલે કે પોતાની જુની રકમની શેષ શુન્ય કરે તેવી તમામ મિલકતોને જુની ફોર્મ્યુલાની વ્યાજની રકમમાંથી ૧૦૦% વ્યાજ માફી આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આમ ચેરમેન તરીકે પ્રથમ બેઠકમાં જ પ્રજાવત્સલ નિર્ણય લઇ હરેશભાઇ પરસાણાએ લોકોને આગામી તા.૩૧/૫/૨૦૨૨ સુધીમાં આ યોજનાનો લાભ લેવા જણાવેલ છે.

ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાને રાજય સરકારમાંથી ભવનાથ શિવરાત્રી મેળો યોજવા મંજૂરી આપતા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મંડપ સર્વિસ તથા બેરીકેટીંગ જરૂરી ટેમ્પરરી લાઇટીંગ કરવા ટેન્ડરીંગ પ્રક્રિયા અન્વયે રૂ.૮૫ લાખના ખર્ચની મંજુરી આપવામાં આવેલ છે.તેમજ પાણીની વ્યવસ્થા માટે ટેન્ડરીંગ પ્રક્રિયાને અંતે રૂા.૩૧ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવેલ છે.

જૂનાગઢ મહાનગરપાલિકાને રાજય સરકાર તરફથી મળેલ ૧૫મા નાણાપંચની ર૦ર૦-૨૧ ના પ્રથમ તથા બીજાહપ્તાની ગ્રાંન્ટમાંથી વોર્ડ નં.૧,૨,૩,૪,૬,૮ માં જરૂરી વિકાસ કાર્યો માટે એજન્સી નકકી કરવા માટે થયેલ ટેન્ડરપ્રક્રિયાના અંતે આશરે રકમ રૂા.૧,૭૮,૪૭,૧૯૯ના વિકાસકાર્યોની એજન્સીઓ નકકી કરવા માટેની મંજુરી આપવામાં આવેલ છે. ઉપરાંત જૂનાગઢ મહાનગરમાંથી એકત્ર થતો પડતર ઘનકચરાનો નિકાલ કરવા માટે ઇવનગર ડંમ્પીંગ સાઇટ ખાતે પટન પ્રતિકલાકની ક્ષમતાનો ઓટોમેટેડ વેસ્ટ સેગ્રીગ્રેશન પ્લાન્ટ તૈયાર કરી ૩ વર્ષ સુધી ઓપરેશન અને મેન્ટેનન્સ કરવાની શરતોને મંજુરી આપવામાં આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વૈચ્છીક સ્વચ્છતા એમ્બેસેડરના નામો નકકી કરી વોર્ડ વિસ્તારમાં વસતા તબીબ,વકીલ, સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનીધીશ્રી કે જ્ઞાતિ, જાતિના આગેવાનો, પ્રતિષ્ઠીતવ્યકિતને સાથે સાંકળી સ્વચ્છતાલક્ષી ઝુંબેશને સઘન બનાવવા વોર્ડવાઇઝ સ્વૈચ્છીક સ્વચ્છતા એમ્બેસેડર નિયુકત કરવાની દરખાસ્તને પણ મંજુરી આપવામાં આવેલ છે.

મહાનગર વિસ્તારમાં અર્બનહેલ્થ સોસાયટી દ્વારા ટેસ્ટ-ટ્રેક ટ્રીટમેન્ટના ત્રીસુત્રને અનુસરી મહાનગર વિસ્તારમાં કોવીડ જાગૃતિ અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પાંચ ઇકોવાન તા.૨૮/૨/૨૦૨૨ સુધી ભાડે રાખવાની દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે.જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયરસ્ટેશન ખાતે મીસેલીયન્સ સિવીલ વર્ક માટે રાજયસરકારશ્રીની સ્વર્ણીમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી કામગીરી કરવા માટે રૂા.૪૬,૯૪,૭૩૦/– ના ભાવોમંજુર કરવામાં આવેલ છે.

મહાનગર પાલિકાના વોર્ડ નં.૧૩ માં ૧૪ મા નાણાપંચની ગ્રાંન્ટ અન્વયે બચત રકમ રૂા.૩ લાખના વિકાસકાર્યો કોર્પોરેટર દ્વારા સુચવે તે મંજુર કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરની સ્વવિવેકાધીન ગ્રાંન્ટમાંથી વોર્ડ નં. ૧ થી ૧૫ માં બાંકડાઓ ફીટ કરી આપવા માટે રૂ.૪,૭૬,૧૯૦/– ની ટેન્ડરીંગ પ્રક્રિયાને મંજુર કરવામાં આવેલ છે.

જ્યારે વ્યવસાયવેરા ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૭ મા બંસીધરનગરમા પેવરબ્લોક ફીટ કરી આપવા માટે રૂ.૬,૩૬,૯૬૫ની ટેન્ડરીંગ પ્રક્રિયાને મંજુર કરવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫મા નાણાપંચની ગ્રાંન્ટમાંથી વોર્ડ નં. ૭ મા જુદા જુદા વિસ્તારોમાં પેવરબ્લોક ફીટીંગ અને કંમ્પાઉન્ડવોલ માટેની કામગીરી હાથ ધરવા રૂા.૨૬,૭૨,૪૭૩ ની ટેન્ડરીંગ પ્રક્રિયાને મંજુર કરવામાં આવેલ છે,

જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫મા નાણાપંચની ગ્રાંન્ટમાંથી વોર્ડ નં. ૬ મા જુદા જુદા વિસ્તારોમાં પેવરબ્લોક ફીટીંગ અને કંમ્પાઉન્ડવોલ માટેની કામગીરી હાથ ધરવા ૫,૨૬,૬૧,૧૮૫ ની ટેન્ડરીંગ પ્રક્રિયાને મંજૂર કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫મા નાણાપંચની ગ્રાંન્ટમાંથી વોર્ડ નં. ૫ મા જુદા જુદા વિસ્તારોમાં પેવરબ્લોક ફીટીંગ અને કંમ્પાઉન્ડવોલ માટેની કામગીરી હાથ ધરવા રૂા.૩૧,૯૭,૪૬૮ની ટેન્ડરીંગ પ્રક્રિયાને મંજુર કરવામાં આવેલ છે.

તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫મા નાણાપંચની ગ્રાંન્ટમાંથી વોર્ડ નં. ૧૨ મા સત્સંગહોલ, કંમ્પાઉન્ડવોલ તથા સીસીરોડ કરી આપવા માટે રકમ રૂા. ૩૧,૮૧,૯૬૭ની ટેન્ડરીંગ પ્રક્રિયાને મંજુર કરવામાં આવેલ છે.જૂનાગઢ મહાનગર પાલિકાને મળેલ રાજયસરકારની મળેલ સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તળે વોર્ડ નં. ૯ માં કૈલાશનગર સોસાયટી વિસ્તારમાં ૫૦ એમએમ ડાયામીટર પાઇપલાઇન અને સીસીપેવચર્કની કામગીરી માટે ૨કમ રૂા. ૬,૮૬,૮૧૮ ની મંજુરી આપવામાં આવેલ છે.

મહાનગરપાલિકાને મળેલ વ્યવસાય વેરા-૨૦/૨૧ ની ગ્રાંન્ટમાંથી વોર્ડ નં.૧૪ માં ગટર બનાવવાની કામગીરી માટે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી રૂા.૫,૬૧,૯૬૯- નો ખર્ચ કરવાની એજન્સી નકકી કરવામાં આવેલ છે. આમ,સમગ્રપણે આજરોજની બેઠકમાં અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરી શહેરના વિકાસને વેગ આપવા માટે આશરે રૂા. ૪ કરોડ ૭૯ લાખ જેવી માતબર રકમની વિવિધ મંજુરીઓ આજરોજની ચેરમેન હરેશભાઇ પરસાણાની અધ્યક્ષતામાં મળેલ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આપવામા આવી છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક મળેલ હતી, જેમાં ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસકપક્ષ દંડક અરવિંદભાઇ ભલાણી, મહામંત્રીઓ શૈલેષભાઇ દવે, સંજયભાઈ મણવર તથા સ્થાયી સમિતીના સિનીયર સદસ્યો ઉપસ્થિત રહેલ હતાં જેમાં સ્થાયી સમિતીના એજન્ડા અનરૂપ નિર્ણયો લેવામાં આવેલ હતાં, ત્યારબાદ સ્થાયી સમિતીની બેઠક ચેરમેન હરેશભાઇ પરસાણાના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડીંગની બેઠકમાં સદસ્યો શશીકાંતભાઈ ભીમાણી, કિશોરભાઇ અજવાણી, નટુભાઇ પટોળીયા, ભારતીબેન ત્રાંબડીયા, દિવાળીબેન પરમાર, જીવાભાઇ સોલંકી, શાંતાબેન મોકરીયા, સહિતના સદસ્યોની ઉપસ્થિતીમાં મળેલ હતી, જે બેઠકમાં અનેકવિધ વિકાસકાર્યો અને વોર્ડવિકાસના પ્રજાકિય સુખાકારીના કામોને મંજુરી આપવામાં આવેલ હતા.