જૂનાગઢમાં યુવાનને હનીટ્રેપમાં ફસાવનારા બે ભૂરા, લાલ બાદશાહ અને ડાબરો પોલીસ ગિરફતમાં

જૂનાગઢ સી ડિવિઝન પોલીસની કબીલેદાદ કામગીરી

જૂનાગઢ : જૂનાગઢ ધાંચીપટ વિસ્તારમાં પૂર્વ આયોજીત કાવતરૂ રચી ટીન્ડેર નામની મોબાઇલ એપ્લીકેશન મારફતે યુવાનને હનીટ્રેપમાં ફસાવી બળજબરી પૂર્વક રૂપીયા ૫૫,૦૦૦ પડાવી લેવા પ્રકરણમાં સી ડિવિઝન પોલીસે બે ભૂરા ઉપનામ ધારી શખ્સ સહિત લાલ બાદશાહ અને ડાબરો નામના આરોપીઓને ગણતરીઓની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મેળવી છે.

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કેતનભાઇ રામભાઇ રહે. જુનાગઢ (નામ બદલેલ છે.) વાળાએ પોતાની હકિકત જણાવેલ કે પોતે ટીન્ડર નામની મોબાઇલ એપ્લીશેકન મારફત અન્ય ટીન્ડર એપ્લીકેશન ઉપયોગ કરતી વ્યકતી સાથે મેસેજ દ્વાર વાતચીત થયેલ અને તે વ્યકતીએ પોતાને વિશ્વાસમાં લઇ મળવા માટે ઘાંચીપટ વિસ્તારમાં આવેલ કસરેખ્વાજા એપાર્ટમેન્ટના ત્રીજા માળે સી- ૩ નામના બ્લોકમાં બોલાવતા પોતે તે વ્યકતીના વિશ્વાસમાં આવી અને બપોરના આશરે ત્રણેક વાગ્યાના સમયએ જણાવેલ સરનામે જતા ત્યાં હકિકત કાંઇક અલગજ નીકળેલ અને ચાર અજાણ્યા પુરૂષ ઇસમોએ તેમને રૂમમાં બંધક બનાવી ભુંડી ગાળો આપી ઢીકા પાટુ તથા લાકડી તથા લોખંડના પાઇપ વડે માર મારી છરી બતાવી ફરીયાદીને તુ અહી ખરાબ કામ કરવા આવેલ છે.તેમ કહી ગુગલ-પે એકાઉન્ટના પીન નંબર મેળવી તેના ખાતામાંથી રૂ.૩૧,૦૦૦ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી તેમજ ફરીયાદીનું એ.ટી.એમ. મેળવી તેના દ્વારા રૂ.૨૪,૦૦૦/ કાઢી લઇ કુલ રૂ.પપ,૦૦૦/- ફરીયાદી પાસેથી અજાણ્યા આરોપીઓએ કઢાવી લીધેલ હતા.

આ કેસમાં ફરીયાદીએ પોતાની સાથે બનેલ બનાવમાં માત્ર ચાર અજાણ્યા પુરૂષ ઇસમો હોય તેવી હકિકત જણાવેલ હોય આ સીવાય પોતે આરોપીઓના નામ સરનામા કે અન્ય કોઇ વિગત જાણતા ના હોય માત્ર આરોપીઓની આશરે ઉમર તથા શરીર સ્થીતી જણાવેલ હોય જેથી સદરહું ગુન્હો ડીટેક કરી આરોપીઓને પકડવા તેમજ ગુન્હાના કામે ગયેલ મુદામાલ રીકવર કરવો પોલીસ માટે એક પડકારરૂપ હોય.જેથી આ બાબતે જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમનીન્દર પ્રતાપસિંહ પવારની તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીની સુચના નીચે તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.જે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુન્હો ડીટેકટ કરી અને ગુન્હામાં સંડોવાયેલ અજાણયા ચાર ઇસમોને પકડી અને તેમની પાસેથી ફરીયાદીના રૂ.૫૫,૦૦૦ રીકવર કરવા માટે તુરત જ સી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ જે.જે.ગઢવી અને જે.આર.વાઝાની આગેવાનીમાં બે ટીમ બનાવવામાં આવેલ અને ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની હકિકત મળવવા સતત પ્રયત્નો જારી રાખેલ તે દરમ્યાન પો.હેડ.કોન્સ. કે.એન.જોગીયા તથા પો.કોન્સ. આઝાદસિંહે મુળભાઇ તથા કરણસિંહ દેવાભાઇને સંયુક૨ીતે હકિકત મળેલ કે આ ગુન્હો (૧) સરફરાજ ઉર્ફે ડાબરો બુખારી (૨) અરબાઝ ઉર્ફે ભુરો મકરાણી (૩) ઇરફાન ઇકબાલભાઇ ગામેતી તથા (૪) ફેઝલ ઉર્ફે લાલબાદશા ફકીરે આચરેલ છે અને જે પૈકી સરફરાજએ ટુંકી બાઇનું લાલ કલરનું ટીશર્ટ તથા અરબાઝે પીળા કલરનું ટીશર્ટ પેહરેલ છે અને ચારેય ઘાંચીપટ વિસ્તારમાં રેલ્વેના પાટા પાસે ભેગા થયેલ છે. અને ત્યાંથી ભાગવાની તૈયારીમાં છે.

આ બાતમી બાદ પોલીસ ઉપરોક્ત સ્થળે પહોંચતા જ પોલીસને જોઇને ભૂરો, લાલબાદશાહ અને ડાબરો સહિતના ઈસમો ભાગતા તેમની પાછળ દોડી પોલીસે તેમામને પકડી પાડવામાં આવેલ અને તેમને ગુન્હા સબંધે પુછપરછક કરતા પ્રથમ ગુન્હો નહી કરેલનું જણાવેલ પરંતુ અંતે તમામએ ગુન્હો કરેલની કબુલાતા આપતા ચારેય આરોપીઓને ગુન્હાના કામે હાલ કોવીડ-૧૯ અવ્યે હસ્તગત કરવામાં આવેલ છે. અને તમામ પાસેથી ગુન્હામાં ગયેલ ફરીયાદીના રૂપીયા કબ્જે કરવામાં આવેલ છે અને ગુન્હાની આગળની તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર જે.આર.વાઝા ચલાવી રહેલ છે.અને અન્ય કોઇ લોકો આવી કોઇ હનીટ્રેપનો શીકાર બનેલ હોય તો કોઇપણ જાતના ભય વગર કાયદાકીય રીતે પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલા તમામ આરોપીઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે અને અનેક ગુન્હાઓ આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે.

આ સફળ કામગીરી જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી, જે.આર.વાઝા, પો.હેડ.કોન્સ. કે.એન.જોગીયા, એસ.પી.રાઠોડ, એન.આર.ભેટારીયા, પો.કોન્સ.આઝાદસિહ, મુળુભાઇ, કરણસિંહ દેવાભાઇ, દિલીપભાઇ બચુભાઇ, ભગવાનજીભાઇ ભીખાભાઇ, મનીષભાઇ કાનજીભાઇ, જીલુભાઇ ઠારણભાઇ ડ્રા.નાગદાનભાઇ વાજસુરભાઇ તથા હિતેષભાઇ અમરૂભાઇ વગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કરેલ હતી.