મહાશિવરાત્રી મેળાના આયોજન માટે 13 સમિતિની રચના કરાઇ

જૂનાગઢ : બે વર્ષે પછી આ વખતે શિવરાત્રી મેળો યોજાનાર છે ત્યારે લાખો લોકોની આસ્થા સમાં મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતી હોય છે. જેથી મેળામાં ભાવિકોને કોઇ અડચણ કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ૧૩ સમિતિની રચનાઓ કરવામાં આવી છે.

મહાશિવરાત્રી મેળાને અનુલક્ષીને મુખ્ય સંકલન સમીતી, મેળા સ્થળ આયોજન સમીતી, જાહેર સલામતી તથા ટ્રાફીક નિયંત્રણ સમીતી, ઇલેકટ્રીક લાઇટ અને સાઉન્ડ સમીતી, આમંત્રણ સ્વાગત અને પ્રોટોકોલ સમીતી,સાંસ્કૃતિક કાર્યક્રમ સમીતી, પાણી પુરવઠા સમીતી, સફાઇ તેમજ ડ્રેનેજ સમીતી, આરોગ્ય અને આકસ્મિક સારવાર સમીતી, સંદેશા વ્યવહાર તથા પ્રચાર પ્રસાર સમીતી, પ્રકાશન સમીતી, આવશ્યક ચીજ વસ્તુ સુવિધા સમીતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમીતીની રચના કરવામાં આવી છે.