કબૂતર ચોરને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ

જૂનાગઢ : જુનાગઢ રેલ્વે સ્ટેશન રોડ ઉપર જનતા લોજની બાજુમાં આવેલ ખુલ્લી અગાશીમાંથી પીંજરાના તાળા ખોલી કબૂતરોની ચોરી કરવાની ઘટનામાં જુનાગઢ બી ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં નેત્રમ પ્રોજેક્ટના સીસીટીવીની મદદથી કબૂતર સાથે ચોરને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટીએ વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી ડીવીજન પો.સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડનો સ્ટાફ ગુન્હેગારોને શોધી પકડી પાડવાની કામગીરીમા હતા તે દરમ્યાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂના માર્ગદર્શન હેઠળ ચોર મુદ્દામાલ શોધી કાઢવાની કામગીરીમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. દિનેશભાઇ કરગઠીયાને મળેલ સયુંક્તમાં બાતમીને આધારે કબૂતરો નંગ-૨૩ સાથે રાજુ દિલીપભાઇ ઘારૂકીયાને જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ડાગ બંગલા રેલ્વેસ્ટેશન રોડ પાસે તેના ઘરેથી પકડી પાડી ચોરીમાં ગયેલ કબૂતરો નંગ-૨૩ કબ્જે લીધા હતા.

આ કામગીરી પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ ગુન્હા શોધક યુનિટના પીએસઆઇ આર.એચ.બાંટવા, નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂ, પો.હેઙકોન્સ વિપુલભાઇ રાઠોડ, પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, હારૂનભાઇ ખાનાણી, પરેશભાઇ હુણ, મુકેશભાઇ મકવાણા, પો.કોન્સ. નીતિનભાઇ હીરાણી, દિનેશભાઇ કરગટીયા, નેત્રમ શાખાના પો.કોન્સ. કુસુમબેન મેવાડા, એન્જીનીયર રિયાઝભાઇ અન્સારી, તુષારભાઇ ટાટમીયા તથા નીતલબેન મહેતાએ કરેલ હતી.