માળીયા (હા.) ના ભંડુરી ગામે એસ.ટી. બસે યુવાનને ઠોકરે ચડાવ્યો

જૂનાગઢ : માળીયા (હા.) ના ભંડુરી ગામે એસટી બસે યુવાનને ઠોકરે ચડાવ્યો હતો. આ બનાવ અંગે વજુભાઇ બાલુભાઇ સોલંકી (ઉ.વ.૩૯ રહે. ભંડુરી તા.માળીયા હાટીના જી.જુનાગઢ) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫ના રોજ ભંડુરી ગામે આરોપી એસ.ટી. બસ નં- GJ-18-Z-7929 ના ચાલકે પોતાના હવાલાની બસ પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી આ કામના ફરીયાદીના માસીયાઇભાઇ અનીલભાઇ કાન્તીભાઇ મકવાણા ઉ.વ.૩૦ રહે. ભંડુરી વાળાને પાછળથી ઠોકર મારી પછાડી દઇ તેના શરીરે ઇજાઓ પહોંચાડી હતી.