ભેસાણમાં કારચાલક પાણીપુરીની લારી હડફેટે ચડાવી

જૂનાગઢ : ભેસાણમાં કાર ચાલક પાણીપુરીની લારી હડફેટે લઈને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે વીવેકભાઇ મહારાજસિંહ કુસુવાહ (ઉ.વ.૧૮ રહે. ખોડીયારનગર, પરબરોડ, ભેસાણ) ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાની પાણીપુરી લારી લઇ પરબચોકડી તરફ જતા હતા. તે દરમ્યાન આરોપી ફોરવ્હિલ કાર હોન્ડા સીટી નં.GJ-01-HA-2461ના ચાલકે પાણીપુરીની લારીને હડફેટે લઇ પાણીપુરીના લારીવાળા ફરીયાદીને શરીરે ઇજાઓ પહોચાડી નાશી છૂટ્યો હતો.