માણાવદરમાં વોટસએપ કોલ કરી દારૂ મંગાવાનું ભારે પડ્યું, એક ઝડપાયો

જૂનાગઢ : માણાવદરમાં એક શખ્સે વોટસએપ કોલ કરી હરિયાણાથી વિદેશી દારૂ મંગાવ્યો હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ સર્ચ ગોઠવી માણાવદર બાયપાસ પાસે ત્રાટક્યો હતો અને ત્યાંથી આરોપી વિંજાભાઇ નબાભાઇ ભુતીયાને હરીયાણા ઓનલીની કંપનીની બોટલ નંગ-૬ કિ.રૂ. ૨૪૦૦ તથા એક બાઈક કિ.રૂ. ૨૦૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૨૨૪૦૦ સાથે ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહી મળી આવેલ સાજીદ ઉર્ફે દડી અલ્લારખા પલેજા, અરમાન બોદુભાઇ સેતાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.