ઘરઘંટી લેવા માટે રૂ. ૩૦ હજાર માંગી પરિણીતાને પતિ અને સાસરિયાએ ત્રાસ આપ્યો

જૂનાગઢમાં હાલ ભાડાના મકાનમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં હાલ ભાડાના મકાનમાં રહેતી પરિણીતાએ તેના ગીરસોમનાથમાં રહેતા પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઘરઘંટી લેવા માટે રૂ. ૩૦ હજાર માંગી પરિણીતાને પતિ અને સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સરોજબેન ગોવિંદભાઇ પરમાર (રહે ખોડાદા ગામ તા.માગરોળ જી.જુનાગઢ હાલ રહે. હાઉસીંગ બોડ જૂનાગઢમાં ભાડાના મકાનમાં) એ આરોપીઓ ગોવિંદભાઇ વલ્લભભાઇ પરમાર (પતિ), સવિતાબેન વલ્લભભાઇ પરમાર (સાસુ), વલ્લભભાઇ સામંતભાઇ પરમાર (સસરા), કમલેશભાઇ વલ્લભભાઇ પરમાર (દિયર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી બેનને તેના લગ્ન જીવનના છ મહીના બાદ એમના પતિ તથા સાસુ સસરા તથા દિયર એમ બધા મળી ધરકામ બાબતે તથા કરીયાવર બાબતે મેણા ટોણા બોલી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી શારીરીક માનસીક દુખત્રાસ આપી અને ઘરઘંટી લેવી હોય તે માટે મારા માવતરના ઘરે થી રૂ. ૩૦,૦૦૦ રોકડા લઇ આવવાનીની માંગણી કરી તેમજ મારા દીકરાને પોતાની પાસે લઇ જવા માટે અવારનવાર મને દબાણ કરી અને મારા પતિએ કહેલ કે દિકરો મને નહી આપે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.