તામિલનાડુમાં ધર્માતરણ મામલે જુનાગઢ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન

 

જવાબદારો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ

જૂનાગઢ : તાલીમનાડુમાં બળજબરીથી ધર્માતરણ કરવા મજબૂર કરી યુવતીનો ભોગ લેવાતા દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આથી તામિલનાડુમાં ધર્માતરણ મામલે જુનાગઢ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જવાબદારો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.

જૂનાગઢ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ રોશભેર જણાવ્યું હતું કે, તામિલનાડુમાં એક યુવતીને ધર્માતરણ કરવા માટે અમુક તત્વો દ્વારા બળજબરીથી મજુબર કરવામાં આવે છે અને બળજબરીથી ધર્માંતરણને કારણે એ યુવતીનો ભોગ લેવાયો હતો. આથી જૂનાગઢ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી જુનાગઢ શહેરમાં વંદે માતરમ અને જયશ્રી રામના નારા લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આ કૃત્યમાં સંડોવાયેલા તમામ જવાબદારોને કડક સજા આપવાની માંગ કરી હતી.