તુ મારી પત્નિ સાથે કેમ આડા સબંધ રાખે છે તેમ કહેતા યુવાનને માર માર્યો

માળીયા હાટીના ગ્રામ પંચાયતની બાજુમા મારામારીના બનાવમાં એક આરોપી સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીના ગ્રામ પંચાયતની બાજુમા તુ મારી પત્નિ સાથે કેમ આડા સબંધ રાખે છે તેમ કહેતા યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને એક શખ્સ સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વશરામભાઇ ખીમાભાઇ ગોહેલ (ઉ.વ.૪૦ રહે.માળીયા હાટીના જશાપરા વિસ્તાર તા.માળીયા હાટીના)એ ધીરૂભાઇ મીસ્ત્રી (રહે.માળીયા હાટીના ગંજીવાડા વિસ્તાર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી માળીયા ગ્રામ પંચાયત પાસે ટી.વી. રીપેરીંગની દુકાન ખુલી છે કે નહી તે જોવા માટે ગયેલ હતા આ વખતે આરોપીને કહેલ કે તુ મારી પત્નિ સાથે કેમ આડા સબંધ રાખે છે તેમ કહેતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો દઇ લાકડી વતી ફરીયાદીના ડાબા ખંભામા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.