વાહનમાં માહિ કંપનીનૂં દુધ આપવા નીકળેલા ડ્રાઇવર પર દંપતીએ કર્યો હુમલો

ભેસાણના ભાટગામ ગામે ડ્રાઇવરને આંતરીને દંપતીએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : ભેસાણના ભાટગામ ગામ પાસે વાહનમાં માહિ કંપનીનૂં દુધ આપવા નીકળેલા ડ્રાઇવરને આંતરીને દંપતીએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે માહિ દૂધ કંપનીના ડ્રાઇવરે દંપતી સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રામભાઇ જુવાનસિંહ ભાટી (ઉ.વ.૨૩ રહે.માતાજીના મઢ પાસે પસવાડા તા.ભેસાણ)એ આરોપીઓ કિશોર બાબુ મકવાણા, દક્ષાબેન કિશોરભાઈ મકવાણા (રહે. બન્ને ભાટગામ તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાનું વાહન લઇ દરરોજ ગામડાઓમાથી માહિ કંપનીનૂં દુધ લેવા આપવા આપવા જતા હોય તે દરમ્યાન ભાટગામ ગામે ગત તા.૨૧ના રોજ રસ્તામા ફરીયાદીની ગાડી સામે આરોપી કિશોરભાઇ બાબુભાઇ તેનુ બાઈક લઇ અચાનક સામે આવી ગયેલ હોય જે બાબતે આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી તથા ભુંડી ગાળો આપેલ તથા આરોપીની પત્નિ દક્ષા આવી કોલર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.