મકાન ખાલી કરવાની ના પાડતા પિતા-પુત્ર ઉપર હુમલો

જૂનાગઢના જમાલવાડી નગીના ખાણ પાસે બનેલા બનાવમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના જમાલવાડી નગીના ખાણ પાસેના વિસ્તારમાં મકાન ખાલી કરવાની ના પાડતા ત્રણ શખ્સોએ પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી આ તમામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર તોફીક રસિકભાઈ તુર્ક (ઉ.વ.૨૦ રહે.જમાલવાડી નગીના ખાણ પાસે, સુખના ચોક જુનાગઢ)એ આરોપીઓ લેવલ બાપુ (રહે.જમાલ વાડી જુનાગઢ), મોસીનખાન પઠાણ, રફિકભાઈ કાલુભાઈ પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના પિતાને આરોપીઓએ મકાન ખાલી કરવા બાબતે જેમફાવે તેમ ગાળો બોલી મકાન ખાલી કરવાનૂ કેહતા ખાલી કરવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીના પિતાને ઢીકાપાટુનો માર મારી આરોપીએ માથા લાકડી મારતા ફરીયાદી પોતાના પિતાને બચાવવા જતા ફરીયાદીને પણ શરીરે ઢીકાપાટૂનો માર મારી ઇજા પહોંચાડી હતી.