યુવાનને છરી ઝીકી રૂપિયા દસ હજાર ભરેલુ પાકીટ તફડાવી લીધું

જૂનાગઢના જોષીપરા નંદનવન મઇન રોડ ઉપર બે લુખ્ખાએ આંતક મચાવ્યો

જૂનાગઢ : જૂનાગઢના જોષીપરા નંદનવન મઇન રોડ ઉપર બે લુખ્ખાએ સરાજહેર આંતક મચાવી ત્યાંથી પસાર થતા યુવાનને આંતરી તેને છરી ઝીકી રૂપિયા દસ હજાર ભરેલુ પાકીટ તફડાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષભાઇ નારણભાઇ નલિયાપરા (ઉ.વ.૪૦ રહે. સરદારપરા શેરી નં.૩ જોષીપરા જુનાગઢ)એ આરોપીઓ બે અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને જુનાગઢ નંદનવન મેઇન રોડ ઉપર ગોડાઉન આગળ જાહેર રોડ ઉપર અજાણ્યા બે યુવકોએ ચપ્પા વડે જમણા હાથના પંજા ઉપર તથા ખભા ઉપર ઇજાઓ કરી બાઇકની ચાવી તથા રૂપીયા દસ હજાર ભરેલ પાકીટ ઝૂંટવી લઈ તેમજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.