મકાન ભાડે આપવા અને ફળીયામાથી ચાલવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે બઘડાટી

વીસાવદરના ખોડીયારપરામાં મારામારીમાં સામસામી ફરિયાદ, એક પક્ષે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વીસાવદરના ખોડીયારપરામાં પાડોશીના ફળીયામાથી ચાલીને નીકળવા તેમજ મકાન ભાડે આપવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં એકપક્ષે મહિલા ઉપર પાડોશી દંપતીએ હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાતા એટ્રોસીટીનો ગુન્હો દાખલ થયો છે. સામાપક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષાબેન ગોપાલભાઇ બાંભણીયા (ઉ.વ.૩૪ રહે. ખોડીયારપરા વિસ્તાર વિસાવદર)એ તેમના પાડોશમાં રહેતા મુકેશભાઇ સરાણીયા અને મુકેશભાઇની પત્ની મુકતાબેન (રહે.બંન્ને વિસાવદર ખોડીયારપરા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને આરોપીઓ એકબીજાના પાડોશીઓ હોય અને આરોપીઓ મજુરીકામ અર્થે બહારગામ ગયેલ હોવાથી તેના ખુલ્લા ફળીયામાથી ચાલીને નીકળેલ તે વખતે આરોપીઓ ઘરે પરત આવી ફરીયાદીને તેના ફળીયામાથી ચાલીની નીકળતા જોય જતા ફરીયાદીને કહેલ કે, અમારા ફળીયામાથી કેમ ચાલે છે તેમ કહી જાહેરમા જ્ઞાતિ પ્રત્યે અપમાનીત હડધુત કરી ગાળો કાઢી બંન્ને આરોપીઓએ લાકડા ધોકા વડે ફરીયાદીને વાંસામા તથા પગમા મુઢ ઇજાઓ પહોચાડી હતી.

સામાપક્ષે ફરિયાદી મુકતાબેન મુકેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૪ રહે. ખોડીયારપરા વિસાવદર)એ આરોપીઓ ગોપાલભાઇ નાથાભાઇ બાંભણીયા, મનીષાબેન ગોપાલભાઇ, ગોપાલભાઇ નાથાભાઇ બાંભણીયાના મામાનો દીકરો સંદીપ (સોમબેનનો દીકરો) સામે વળતી ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના પતિ સાહેદ મુકેશભાઇને આરોપીએ મકાન ભાડે આપવાનુ કહેતા ફરીયાદીના પતિએ મકાન ભાડે આપવાની ના પાડી કહેલ અમે દારૂડીયાને મકાન ભાડે આપતા નથી તેમ કહેતા ફરીયાદી તથા સાહેદની સાથે આરોપીએ ફળીયામાથી ચાલવા બાબતે બોલાચાલી કરેલ જેથી આ ત્રણેય આરોપીઓએ જાહેરમા ફરીયાદી તથા સાહેદને જેમફાવે તેમ ગાળો કાઢી આરોપીઓએ લોખંડના પાઇપનો એક ઘા સાહેદ મુકેશભાઇ વલકુભાઇ ઉ.વ.૩૫ વાળાને માથાના પાછળના ભાગે મારી જીવણલેણ ઇજા પહોચાડી તેમજ સાહેદ મુકેશભાઇને ઢીકાપાટુનો માર મારી અને લાકડા ધોકાથી ફરીયાદીને વાસાંમા તથા ડાબા હાથના અંગુઠા પાસે માર મારી ઇજાઓ પહોચાડી હતી.