અજાણ્યા કાર ચાલકે દરગાહમાં ઘુસી તોડફોડ કરતા ગુન્હો દાખલ

જૂનાગઢના બામણ ગામ પાસે રોડ ઉપર આવેલ ગેમનશા પીરની દરગાહમાં બનેલી હીંચકારી ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના બામણ ગામ પાસે રોડ ઉપર આવેલ ગેમનશા પીરની દરગાહમાં અજાણ્યા કાર ચાલકે ઘુસી તોડફોડ કરતા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવમાં અજાણ્યા કાર ચાલક સામે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેવું હીન કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇરફાનભાઇ મહમદભાઇ સમા (ઉ.વ. ૩૦ રહે. બામણગામ તા.જી.જુનાગઢ)એ આરોપી અજાણ્યો સફેદ કલરની ફોરવ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી અજાણ્યો સફેદ કલરની ફોરવ્હીલ ચાલકએ બામણગામ તથા ચોકલી ગામની દરગાહમાં દાતરળા સાથે પ્રવેશ કરી દરગાહની સાદરોમાં તોડફોડ કરી તથા બામણાગની દરગાહના તાવીજમાં તોડફોડ કરી બામણ ગામની દરગાહમાં રૂપિયા ૨૦૦૦ તથા ચોકલી ગામની દરગાહ રૂપિયા ૧૦૦ એમ કુમ રૂપિયા ૨૧૦૦ નુકસાન કરી બન્ને દરગાહમાં લોકોની ધાર્મિક લાગણી દુભાઇ તેવુ કુત્ય તથા નુકસાન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.