વોટરપાર્ક અને રીસોર્ટમાં મહિલાઓની મસ્તી કરવાની ના પાડતા સંચાલકને ઈટોના ઘા માર્યા

જૂનાગઢના આણંદપુર ગામે આવેલ ઓજત વોર્ટર પાર્ક એન્ડ રીસોર્ટમાં બનેલા બનાવમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના આણંદપુર ગામે આવેલ ઓજત વોર્ટર પાર્ક એન્ડ રીસોર્ટમાં મહિલાઓ મસ્તી કરવાની ના પાડતા સંચાલકને ઈટોના ઘા માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ક બનાવ અંગે ઓજત વોર્ટર પાર્ક એન્ડ રીસોર્ટના સંચાલકે ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જેન્તીભાઇ છગનભાઇ પોપલીયા (ઉ.વ.૬૨ રહે. મીરાનગર શીવાની પાર્ક પ્લોટ નંબર ૧૦ જુનાગઢ)એ આરોપીઓ સંજર અલી ઉર્ફે સંજુને (રહે બિલખા) તથા તેની સાથેના બીજા ત્રણ છોકરાઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે, જૂનાગઢના આણંદપુર ગામ નજીક આવેલ ફરિયાદીના ઓજત વોર્ટર પાર્ક એન્ડ રીસોર્ટમા સ્વીમીંગ પુલમાં લોકો નહાતા હતા. તે દરમ્યાન બીજા ગ્રાહક મહીલાઓ આવેલ હતા. તે મહિલાઓની આરોપીએ મસ્તી કરતા તે મહીલાએ ફરીયાદીને રજુઆત કરતા ફરીયાદીએ આરોપી સંજરઅલીને બોલાવી સમજાવતા હતા ત્યારે તેની સાથેના બીજા ત્રણ છોકરાઓએ ફરીયાદીને ગાળો દેવા લાગતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા એકદમ ઉશકેરાય જઇ ત્યાં પડેલ ઇટોના ઢગલા માંથી ઇટોના છુટા ઘા કરી ફરીયાદીના ડાબા હાથની આંગળીઓની ઇજા ફેકચર કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.