દુકાન અને પાણી ભરવાની કુંડી બાબતે ઝઘડો થતા એક જ પરિવારના સભ્યો બાખડયા

જૂનાગઢના વાંઝા વાડમાં બનેલા બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના વાંઝા વાડમાં દુકાન અને પાણી ભરવાની કુંડી બાબતે ઝઘડો થતા એક જ પરિવારના સભ્યો બાખડયા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિવારના સભ્યો અંદરો અંદર બાખડી પડ્યા બાદ હુમલાની સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિલીપભાઈ હમીરભાઈ સોલંકી (ઉ.વ.૬૨ રહે. ગિરનાર દરવાજા ચામુંડા રોડ ગેલ કૃપા જુનાગઢ)એ આરોપીઓ ડિમ્પલબેન, અશ્વિનભાઈ, સુરેશભાઇ, પાર્થ (રહે. બધા જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે દુકાન બાબતે ઝગડો થયો હોય જે બાબતે ફરીયાદીની દુકાને આવી ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી છરી વડે ઈજા કરી હતી.

સામાપક્ષે ડિંમ્પલબેન સુરેશભાઈ સોંલકી (ઉ.વ.૩૮ રહે. વાંજાવાળ પિપળાસામે ખડેશ્વ્રરની ડેલીમાં જુનાગઢ)એ આરોપીઓ દિલિપભાઈ હમીરભાઈ સોંલકી (રહે. ગિરનાર દરવાજા ખાંટબોરડીંગની પાછળ જુનાગઢ) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપી કે જે ફરીયાદીના કાકાજી સસરા થતા હોય જેઓએ મકાન તથા પાણી ભરવાની કુંડી બાબતે જૂનૂ મન:દુખ રાખી ફરીયાદીને તથા ફરીયાદીના દિકરા પાર્થને તથા ફરીયાદીના દિયર અશ્વીનભાઈને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢિકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.