ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ ગુજકેટની માર્કશીટ વિતરણ તા.૨૧ મેના થશે

જૂનાગઢ : જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી જૂનાગઢની યાદીમાં જણાવે છે કે, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ-૨૦૨૨ની માર્કશીટનું વિતરણ સરકારી ગર્લ્સ હાઇસ્કુ-જૂનાગઢ(આઝાદ ચોક) ખાતેથી તા.૨૧/૫/૨૦૨૨ના શનિવારના રોજ સવારે ૧૦ થી ૨ કલાક દરમિયાન કરવામાં આવનાર છે.અથી જિલ્લાની તમામ વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ વિતરણ કેન્દ્ર પરથી ફક્ત શાળાના આચાર્ય/શિક્ષક/કલાર્કને તેની શાળાનો અધિકાર પત્ર આપવાથી પોતાની શાળાનું પરીણામ મેળવી લેવા જણાવવામાં આવે છે. આ પરિણામ મેળવ્યા બાદ શાળાઓએ વેરીફાય કરી પોતાના વિદ્યાર્થીઓને તા.૨૩/૫/૨૦૨૨ સુધીમાં આ ગુણપત્ર વિતરણ કરવા જણાવવામાં આવે છે.