જૂનાગઢ અને બાંટવામાં વરલી મટકા તેમજ તીનપત્તિ રમતા ચાર ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે દોલતપરા આંબેડકર ચોક પહેલા સ્વામીનારાયણ સો.સા.ની શેરીની સામે ડીલક્સ દુકાનની પાસે રોડ ઉપર જાહેરમા તીનપતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ હરદાસભાઇ ગગજીભાઇ કરંગીયા, સંદીપભાઇ દીનકરભાઇ ઉર્ફે દીનુભાઇ પુરોહીત, રાજુભાઇ માંડણભાઇ કરમુર રોકડા રૂ ૧૨૨૯૦ તથા મો.ફોન નં.- ૦૩ જેની કુલ કી.રૂ.૧૫૦૦૦ મળી કુલ કી.રૂ. ૨૭૨૯૦ સાથે ઝડપી લીધા હતા. તેમજ બાંટવા પોલીસે ઝાપા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો આંકડાઓ લખી પૈસાથી હારજીતનો જુગાર રમતા હેમતગીરી રતીગીરી અપારનાથીને રોકડા રૂ.૧૦૫૦ સાથે ઝડપી લીધો હતો.